જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.
મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.
આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.
વિશ્વાસથી જ રાજાના ગુસ્સાથી નો બીયને ઈ મિસર દેશને છોડીને વયો ગયો, કેમ કે ઈ હમજી ગયો હતો કે માનો એણે પરમેશ્વરને જોય લીધા છે, બીજા કોય પણ એને જોય હક્તા નથી.
જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.
હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.