અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, પુરી બુદ્ધિથી, અને પુરા સામર્થ્યથી પ્રેમ રાખવો, અને એવી જ રીતેથી બીજાઓની ઉપર પ્રેમ રાખવો, બધા બલિદાનો અને ભેટો જે પરમેશ્વરને સડાવી છયી ઈ એનાથી પણ વધીને છે.”
કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.