Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 10:5 - કોલી નવો કરાર

5 આ જ કારણથી જઈ મસીહ જગતમાં આવવાના હતા તઈ એણે પરમેશ્વરને કીધું કે, “તમે બલિદાનો અને અર્પણો ઈચ્છતા નથી, પણ તમે મારી હાટુ દેહ તૈયાર કરયુ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 10:5
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

“શું ઈ મસીહ તુ જ છો, જેને પરમેશ્વરે મોકલવાનો વાયદો આપ્યો હતો કે, અમે કોય બીજાની વાટ જોયી?”


સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.


તઈ યોહાને પોતાના ચેલાઓમાંથી બેને બોલાવીને તેઓને પરભુ આગળ મોકલીને પૂછાવું કે “જે આવનાર છે, ઈ તુ જ છો કે, અમે બીજાની વાટ જોયી?”


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


એની પેલા કે, પરમેશ્વરે પોતાના પેલા જનમેલા દીકરાને જગતમાં મોકલો; આ કેય છે કે, “પરમેશ્વરનાં બધાય સ્વર્ગદુતો એનું ભજન કરે.”


અને ઈ હાટુ આપડે ઈસુ મસીહના દેહને એક જ વાર બલિદાન સડાવવાથી સદાયની હાટુ પવિત્ર કરવામાં આવે છે.


તઈ મેં કીધું કે, “હે પરમેશ્વર જેમ મારી વિષે સોપડીમા લખેલુ છે એમ, તમારી ઈચ્છા પરમાણે કરવા હું તૈયાર છું.”


જઈ તેઓએ કીધું કે, “વેદી ઉપર બલિદાનો સડાવો, જનાવારોના દેહના દહનથી કે, પાપ આઘા કરવા હાટુ કરાતા બલિદાનોથી તમે રાજી થાતા નથી.” આ બધાય બલિદાનો નિયમ પરમાણે સડાવામાં આવતાં હતાં, તોય તેઓએ એમ કીધું.


કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.


તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;


કેમ કે, દરેક પ્રમુખ યાજકને પાપોની માફી હાટુ ભેટ અને બલિદાન સડાવવા નિમણુક કરવામાં આવે છે, આ હાટુ આપડા મુખ્ય યાજકની પાહે પણ કાક સડાવવા હાટુ જરૂરી છે.


એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.


હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ