અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, પુરી બુદ્ધિથી, અને પુરા સામર્થ્યથી પ્રેમ રાખવો, અને એવી જ રીતેથી બીજાઓની ઉપર પ્રેમ રાખવો, બધા બલિદાનો અને ભેટો જે પરમેશ્વરને સડાવી છયી ઈ એનાથી પણ વધીને છે.”
કેમ કે, યહુદી નિયમમાં થનારી હારી વાતોની જેમ ખાલી છે; ઈ વાતોનું હાસુ હકીકત રૂપ નથી. એના ઈ જ બલિદાનો વરસો વરહ સદાય સડાવવામાં આવે છે. તો પછી નિયમ આ બલિદાનો દ્વારા પરમેશ્વરની પાહે આવનાર માણસોને સંપૂર્ણ બનાવી હકતા નથી.