Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 10:39 - કોલી નવો કરાર

39 પણ આપડે ઈ વિશ્વાસ કરવાનું છોડી દેનારા અને નાશ થનારાઓમાંથી નથી, પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરનારા અને જીવના તારણ મેળવનારાઓમાંથી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 10:39
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે.


પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.


જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.


પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.


કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”


કેમ કે, પરમેશ્વરે આપડી ઉપર રિહ કરવા હાટુ નથી ગમાડયા, પણ આપડે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા તારણ પામવા હાટુ ગમાડવામાં આવ્યા છયી.


કોય તમને છેતરી નો જાય ઈ હાટુ સેતતા રયો. કેમ કે, પરભુનુ આવવાનું થાય ઈ પેલા પરમેશ્વરની વિરુધ બળવો થાહે અને વિનાશની હાટુ નિમિત થયેલો માણસ એટલે પાપી માણસ પરગટ થાહે. તઈ પરમેશ્વરનાં ન્યાયનો દિવસ આયશે.


પણ જે રૂપીયાવાળા થાવા માગે છે, તેઓ એવી પરીક્ષા અને ફાસામાં અને ઘણીય બધીય નકામી અને નુકશાન કરનારી લાલસમાં ફસાય જાય છે, અને આ બધીય વાતો એને બરબાદ અને નાશ કરી નાખે છે.


કેમ કે, આપણને હાસને ઓળખ્યા પછી પણ જો આપડે જાણી-જોયને પાપ કરતાં રેયી, તો હવે પછી પાપોની માફી હાટુ બીજુ બલિદાન નથી.


મારા ધોરણ પરમાણે વરતનાર વિશ્વાસથી જ જીવશે; પણ એમાથી કોય નબળો પડે તો હું એના ઉપર રાજી થાય નય.”


હવે વિશ્વાસ તો આપડે જે આશા રાખી છયી; એની ખાતરી અને જે વસ્તુઓ જોય નથી હકાતી એનો પુરાવો છે.


અને તમારા વિશ્વાસ દ્વારા પરમેશ્વર પોતાના સામર્થ્યથી તમારુ રક્ષણ કરી રયો છે, ન્યા હુધી કે, તમે પુરું તારણ મેળવી નથી લેતા જે ઈ છેલ્લા દિવસે દેખાડવાને હાટુ તૈયાર છે.


પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા.


જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.


જગત ઉપર વિજય મેળવનારા કોણ છે? ખાલી ઈ જ માણસ છે જે વિશ્વાસ કરે છે કે, ઈસુ જ પરમેશ્વરનો દીકરો છે.


જે હિંસક પશુ ઘણાય વખત પેલા રેતો હતો અને આ વખતમાં નથી ઈ જ આઠમો રાજા છે પણ ઈ આઠમો રાજા પેલાના હાત રાજામાથી એક છે અને છેલ્લે આ રાજાને પરમેશ્વર પાકી રીતે સદાય હાટુ દંડ દેવા આયશે.


આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ