કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.
કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.
ઈ હાટુ તમારે પોતાના વિષે સાવધાન રેવું જોયી કે, ક્યાક ઈ લોકો તમને દગો નો દેય, જેથી તમે એને ખોયનો નાખો જેને મેળવવા હાટુ આપડે એટલી મેનત કરી છે, પણ તમને ઈ બધાય આશીર્વાદો મળશે, જેનો વાયદો પરમેશ્વરે તમારી હારે કરયો છે.
યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.
ઈ હાટુ ઈ શિક્ષણને યાદ કર, જે બોવ પેલા હાંભળુ હતું અને વિશ્વાસ કરયો હતો, જે તને શિખવાડુ હતું એની પરમાણે કર, પોતાના ખરાબ કામોથી પસ્તાવો કર, જો તુ ખરાબ કામો કરવાનું સાલું રાખશો, તો હું ખબર વગરનો આવી જાય, જેમ એક સોર આવે છે અને તુ ઈ વખતને પણ નય જાણી હક જઈ હું તને દંડ આપવા હાટુ આવી જાય.