મારા મિત્રો, બદલો વાળતા નય; એને બદલે, ઈ કામ પરમેશ્વરનાં કોપને કરવા દયો. શાસ્ત્રમા લખેલુ છે કે, બદલો લેવો ઈ મારૂ કામ છે, અને હું બદલો લેય, એમ પરભુ કેય છે.
કેમ કે, તારા હારા હાટુ ઈ પરમેશ્વરનો કારભારી છે, પણ જો તુ ભુંડાય કરશો, તો બીક રાખ, કેમ કે, ઈ કારણ વગર તલવાર રાખતો નથી; ઈ પરમેશ્વરનો કારભારી છે, એટલે ભુંડું કરનારને ઈ કોપરૂપે બદલો આપનાર છે.