જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપીને આગમાં નાખવા હાટુ તૈયાર છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.
એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે ઠરશે નય.”
અને એણે રાડ પાડીને કીધું કે, હે ઈબ્રાહિમ, મારા બાપ, મારી ઉપર દયા કરીને લાજરસને મોકલ, જેથી ઈ પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કારણ કે, આગમાં હું પીડાને ભોગવી રયો છું
અને જે લોકો મરેલ છે પણ જીવનમાં હારા કામો કરયા છે તેઓ મરેલામાંથી જીવતા થાહે અને ઈ બધાયને પરમેશ્વર અનંતજીવન આપશે. અને જે લોકોએ ભુંડા કામ કરયા છે તેઓને પણ પરમેશ્વર પાછા જીવતા કરશે પણ ખાલી તેઓનો ન્યાય કરવા હાટુ અને અનંતકાળની સજા હાટુ.
ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ.
તમારા હોના અને સાંદીને કાટ સડી ગયુ, ઈ કાટ ન્યાયના વખતે તમારી વિરુધ સાક્ષી આપશે અને તમારા દેહને આગમાં બાળી દેહે. જે તમે છેલ્લા દિવસોમાં તમારી પુંજી ભેગી કરી છે.