જઈ અમે પ્રાર્થના કરવાની જગ્યાએ જય રયા હતાં, તો અમને એક નોકરાણી મળી જેમાં એક એવી મેલી આત્મા હતી કે, જેની મદદથી ઈ લોકોનું ભવિષ્ય બતાવતી હતી, અને ઈ પોતાના શેઠ હાટુ બોવ કમાણી કરી દેતી હતી.
જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.
કેટલાક લોકો વિસારે છે, કે પરભુ પોતાના આવવાના વાયદાને પુરો કરવામા વાર લગાડી રયો છે, પણ પરભુ એવી રીતે વાર લગાડી રયો નથી. પણ ઈ ધીરજ રાખી રયો છે કેમ કે, ઈ કોયનો પણ નાશ કરવા નથી માગતો, પણ ઈ ઈચ્છે છે કે, દરેક પોતાના મન ફેરવે અને ખોટુ કામ કરવાનું બંધ કરી દેય, અને એની પાહે પાછા આવી જાય.