Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 10:24 - કોલી નવો કરાર

24 એક-બીજાની કાળજી રાખીએ અને પ્રેમ દેખાડી અને હારા કામો કરીએ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 10:24
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ અંત્યોખ શહેરનાં વિશ્વાસીઓ ચેલાઓએ નિર્ણય કરયો કે દરેક માણસ પોત પોતાની જીવાય પરમાણે યહુદીયા પરદેશમા રેનારા વિશ્વાસી લોકોને મદદ કરવા હાટુ કાક દાન મોકલે.


પણ પરમેશ્વરે એલિયાને કીધું, મારી પોતાની હાટુ હાત હજાર માણસોને રાખી મુક્યા છે, જેઓએ બઆલની મૂર્તિની પુજા નથી કરી.


જે રાજી છે, તેઓની હારે રાજી થાવ અને જે રોવે છે, એની હારે રોવો.


જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.


હું તમને કોય આજ્ઞા નથી આપતો, પણ બીજા લોકોની તાલાવેલીનો દાખલો આપીને હું તમારા પ્રેમની હાસાય પારખવા માગું છું


કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય વિશ્વાસુ પાપમાં પકડાય જાય છે, તો તમે જે આત્મા દ્વારા આગેવાની કરતાં જાવ છો, નમ્રતાથી એને હાસા મારગ ઉપર પાછો લય આવો અને સાવધાન રયો ક્યાક તમે પોતે જ પાપ કરવા હાટુ ભોળવાઈ નો જાવ.


મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


ઈ હાટુ તમે એકબીજાને તમે દિલાસો આપો, અને એકબીજાને વિશ્વાસમા મજબુત કરો, જેવું કે, તમે કરી પણ રયા છો.


ઈ હાટુ નથી કે, અમે તમારી પાહેથી મદદ લેવાનો અધિકાર હતો નય, પણ અમે તમારી હામે નમુનો બની, જેથી તમે પણ અમારી જેવું જીવન જીવો.


હારા કામો કર, અને બોવ જ ઉદારતાથી હારા કામો કરવામા, અને જેને જરૂર છે તેઓની ઉદારતાથી મદદ કરવા હાટુ સદાય તૈયાર રેજે.


જેથી ઈ એક હારો દાખલો આપી હકે, અને જુવાન બાયુને શિખામણ આપવા લાયક હોય કે, પોતાના ધણી અને બાળકો ઉપર કેવી રીતે પ્રેમ રાખવો જોયી.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


ભાઈ અને બેહેનની જેમ એક-બીજાને પ્રેમ કરતાં રયો.


તમે પણ જેલમાં જ છો એવુ હમજીને કેદીઓની દેખભાળ કરો, અને જે લોકો હેરાન થાય છે તેઓની પણ એવી દેખભાળ કરો; જેમ કે તેઓનું દુખ તમને પોતાના દેહ ઉપર લાગે છે.


એના બદલે, તમારામાંથી કોય પાપથી દગો ખાય નય, તમારુ મન કઠોર થય જાય નય, ઈ હાટુ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે; એવી રીતે “આજનો દિવસ” પુરો નથી થાતો, ન્યા હુધી દરોજ તમે એક-બીજાની મદદ કરો.


હે મારા વાલા બાળકો, આપડે ખાલી શબ્દો અને વાતોથી નથી, પણ મદદ કરીને હાસાયમાં પ્રેમ કરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ