આપડા વિશ્વાસના કારણે, મસીહ આપણને આ કૃપામાં લીયાવો છે જ્યાં આપડે હવે ઉભા છયી, અને આપડે આશા અને આંનદની હારે પરમેશ્વરની મહિમામાં ભાગીદાર થાવાની આશા જોયી છયી.
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.
મસીહ બધાય હાટુ ખાલી એક જ વાર સદાય હાટુ મહાપવિત્ર જગ્યામાં ગ્યા, એણે પોતાની હારે બલિદાન કરવા હાટુ બકરા, અને વાછડાનું લોહી લય નો ગ્યા, પણ ઈ બલિદાન કરવા હાટુ પોતાનું જ લોહી લય ગ્યા, અને એની દ્વારા આપડે સદાય હાટુ છુટકારો મળ્યો.
એનાથી જ પ્રેમ અમારામાં પુરો થયો કે, ન્યાયના વખતે અમને હિંમત મળે કે, ઈ અમને સજા નય આપે, કેમ કે, આ જગતમાં પરમેશ્વરની હારે સંગતીમાં રેયી છયી જેમ કે, ઈસુ પરમેશ્વરની હારે સંગતીમાં રેય છે.