13 ઈ વખતથી મસીહ એની રાહ જોવે છે કે, કયી પરમેશ્વર તેઓના વેરીઓને હરાવીને એના પગ નીસે મુકશે.
જેમ કે, પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધુ કે, તારા વેરીઓને હું તારા પગ હેઠે નો પાડુ ન્યા હુંધી તું મારા જમણે હાથે બેહજે.”
ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.”
જ્યાં હુધી કે, હું તારા વેરીઓને તારા પગ તળે કરી દવ નય. ન્યા હુધી તું મારી જમણી બાજુ બેહ.
જ્યાં હુધી હું તારા વેરીઓને તારા હાથોમાં નો કરી દવ.
જ્યાં હુંધી પરમેશ્વર એના બધાય વેરીઓને પુરી રીતેથી હરાવી નય દેય. ન્યા હુંધી મસીહને તે રાજ્ય ઉપર રાજ્ય કરવુ જોયી.
પરમેશ્વરે કોયદી પોતાના સ્વર્ગદુતને એમ નથી કીધું કે, “હું તારા વેરીઓને તારા પગ નીસે મુકવાનું આસન નો બનાવું ન્યા હુધી; તું મારી જમણી બાજુ બેહીજા.”