કેમ કે, યહુદી નિયમમાં થનારી હારી વાતોની જેમ ખાલી છે; ઈ વાતોનું હાસુ હકીકત રૂપ નથી. એના ઈ જ બલિદાનો વરસો વરહ સદાય સડાવવામાં આવે છે. તો પછી નિયમ આ બલિદાનો દ્વારા પરમેશ્વરની પાહે આવનાર માણસોને સંપૂર્ણ બનાવી હકતા નથી.
અને ઈ પ્રમુખ યાજકોની જેમ જે હારૂનના વંશજ હતા, ઈસુને જરૂર નથી કે, ઈ દરેક દિવસે હધાયની પેલા પોતાના લોકોના પાપોને માફી હાટુ બલિદાન સડાવે. કેમ કે ઈસુએ એકવાર બધા લોકોના પાપો હાટુ પોતાનું બલિદાન આપી દીધું.