ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”
હવે ન્યા માલિક પાહે ફક્ત એક માણસ મોકલવા હાટુ બાકી હતો જે એનો વાલો દીકરો હતો, છેલ્લે એણે એવુ વિસારીને એને મોકલ્યો કે, “ઈ લોકો તો કદાસ મારા દીકરાનું માન રાખશે.”
પણ જઈ ખેડૂતોએ એના દીકરાને આવતો જોયો તો તેઓએ એકબીજાથી કીધુ કે, “ઈ આજ છે જે દ્રાક્ષના ખેતરને વારસામાં લેહે, હાલો આપડે એને મારી નાખી, જેથી વારસો આપડો થાય.”
હવેથી હું તમને ચાકર નય કવ, કેમ કે ચાકર નથી જાણતા કે, એનો માલીક શું કરે છે, પણ મે તમને મિત્ર કીધા, કેમ કે મે જે સંદેશો મારા બાપ પાહેથી હાંભળો, ઈ બધુય તમને જણાવ્યું છે.
કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.
પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”
પણ જે જ્ઞાનની આપણને વાત કરે છે, ઈ જ્ઞાન પરમેશ્વરનું જ્ઞાન છે જે હતાડેલું હતું. હજી હુધી કોય પણ આ હમજતો નોતો. એનાથી પેલા કે, પરમેશ્વરે પૃથ્વી બનાવી, એણે પેલાથી જ નિર્ણય કરી લીધો હતો કે, એનું જ્ઞાન આપણને મહિમા આપશે.
તો પણ આપડા તો એક જ પરમેશ્વર એટલે બાપ છે, જેનાથી બધુય સર્જન કરવામાં આવ્યું છે; અને આપડે એના અરથે છયી; એક જ પરભુ એટલે ઈસુ મસીહ છે, જેની આશરે બધાય છે અને આપડે પણ એની આશરે છયી.
પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.
પરમેશ્વરે કોયદી કોય સ્વર્ગદુતને એવું નથી કીધું કે, “તું મારો દીકરો છો, અને હું તારો બાપ છું?” અને પછી એણે એવું પોતાના કોય પણ સ્વર્ગદુતને નથી કીધું કે, “હું એનો બાપ બનય અને ઈ મારો દીકરો બનશે?”
કેમ કે, મૂસાના શાસ્ત્રથી નબળા માણસોને પ્રમુખ યાજક નિમણુક કરવામાં આવે છે, પણ ઈ વાયદો જે મુસાના નિયમ પછી આવીને એણે; પરમેશ્વરનાં દીકરાને પ્રમુખ યાજકની જેમ ગમાડીયો, અને ઈ સદાય હાટુ પરિપૂર્ણ બની ગયો છે.
શાસ્ત્રમાં મેલ્ખીસેદેકનાં માં-બાપ, એના બાપ-દાદાઓ અને એના જનમ અને મોત વિષે કાય પણ લખેલુ નથી. ઈ પરમેશ્વરનાં દીકરાની જેમ છે અને ઈ સદાય મુખ્ય યાજક બનેલો રેય છે.
જો આવું થાય તો મસીહએ જગત બનવાની શરૂવાતથીજ ઘણી બધીય વાર દુખ સહન કરવાની જરૂરિયાત ઉભી થાય; પણ હવે છેલ્લા વખતમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા હાટુ તેઓ એક જ વખત પરગટ થયા.
બધાયથી ખાસ વાત ઈ છે કે, તમે હમજો છો કે, છેલ્લા વખતમાં થોડાક દિવસ પેલા કેટલાક એવા લોકો જોવામાં આયશે, જેના જીવન તેઓની પોતાની ભુંડી ઈચ્છાઓની કાબૂમા છે, ઈ એના પાછા આવવાના વિસારની ઠેકડી ઉડાડશે.
તેઓએ તમને કીધુ કે, “છેલ્લા દિવસોથી બરાબર પેલા થોડાક લોકો હાસી વાતુની ઠેકડી ઉડાડશે, જે પરમેશ્વરે આપણને બતાવ્યું હતું. જેઓ પોતાના દેહથી પાપ કરશે ઈ જે કરવા ઈચ્છે છે કેમ કે, ઈ પરમેશ્વરનો નકાર કરે છે.”