Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 1:14 - કોલી નવો કરાર

14 તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 1:14
65 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.


હું માણસનો દીકરો, પોતાના સ્વર્ગદુતોને મોકલીશ, અને અન્યાયના બધાય કારણો અને પાપ કરનારાઓને એના રાજ્યમાંથી હટાવી દેહે.


સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


તેઓના પાછા ગયા પછી પરમેશ્વરનાં સ્વર્ગદુતે સપનામાં યુસફને દરશન આપીને કીધુ કે, ઉભો થા, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં ભાગી જા, હું તને નો કવ ન્યા હુધી ન્યા જ રેજે કેમ કે, આ બાળકને મારી નાખવા હાટુ હેરોદ રાજા એને ગોતે છે.


ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે.


તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.


તઈ શેતાન એને છોડીને વયો ગયો, અને સ્વર્ગદુતો આવીને ઈસુની સેવા કરવા લાગ્યા.


જઈ ઈસુ અને એના ચેલાઓ નીકળીને મારગ ઉપર જાતા હતાં, તઈ એક માણસ એની પાહે ધોડીને આવ્યો, અને એની હામે ઘુટણે પડીને માન આપતા પુછયું કે, “હે ઉતમ ગુરુ, હું શું કામ કરું જેથી પરમેશ્વર મને અનંતકાળનું જીવન આપે?”


સ્વર્ગદુતે એને જવાબ દીધો કે, “હું ગેબ્રીયલ છું, જે પરમેશ્વરની આગળ ઉભો રવ છું, અને તારી હારે શું થાહે એની વિષે હારા હમાસાર હંભળાવવા હાટુ મને મોકલવામાં આવ્યો છે.


જઈ એનુ મંદિરમાં યાજકપદની સેવા કરવાનું અઠવાડીયું પુરું થયુ. પછી ઝખાર્યા પોતાની ઘરે વયો ગયો.


એક દિવસ ઈ ગરીબ લાજરસ મરી ગયો, અને સ્વર્ગદુત એને ઈબ્રાહિમની હારે રેવા હાટુ લય ગયા, અને એક દિવસે ઈ રૂપીયાવાળો માણસ પણ મરી ગયો, અને એને ડાટી દેવામાં આવ્યો.


તઈ અસાનક ઈ સ્વર્ગદુતની હારે બીજા સ્વર્ગદુતોના ટોળાએ પરમેશ્વરની સ્તુતિ કરીને એવુ કેતા દેખાણા કે,


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત તેઓની પાહે આવીને ઉભો રયો, અને પરભુનો મહિમામય અંજવાળું તેઓની આજુ-બાજુ સમકયું, અને તેઓ ઘણાય બીય ગયા.


તઈ તેઓના વિષે યરુશાલેમ શહેરની મંડળીના વિશ્વાસીઓએ હાંભળ્યું, તઈ તેઓએ બાર્નાબાસને અંત્યોખ શહેરમાં મોકલ્યો.


ઈ જ વખતમાં પરભુના એક સ્વર્ગદુતે એને મારયો, કેમ કે એણે પરમેશ્વરને મહિમા નોતી દીધી, અને એના દેહમાં જીવડા પડી ગયા અને ઈ મરી ગયો.


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત પિતરની પાહે આવીને ઉભો રય ગયો અને જેલખાનાની ઓયડીમાં અંજવાળું થયુ, અને એણે એના પાહોડા ઉપર હાથ મારીને એને જગાડીને કીધું કે, “જલદી ઉઠ!” અને એના હાથમાં બાંધેલી બેડીયું ખુલીને નીસે પડી ગય.


જઈ ઈ ઉપવાસ હારે ભજન કરતાં હતાં, તો પવિત્ર આત્માએ કીધું કે, “મારી સેવા કરવા હાટુ, બાર્નાબાસ અને શાઉલને નોખા કરો, જેની હાટુ મે એને બરકા છે.”


એટલામાં અસાનક એક મોટો ભૂકંપ આવ્યો, જેનાથી જેલખાનાના પાયા હલી ગયા, અને તરત બધાય કમાડ ખુલી ગયા, અને બધાય અપરાધીઓ જેલમાંથી છૂટી ગયા.


કેમ કે, પરમેશ્વર જેનુ હું ભજન કરું છું, અને જેની હું સેવા કરું છું, એના સ્વર્ગદુતે ગય રાતે મારી પાહે આવીને કીધું કે,


પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે,


જેથી કોય પણ રીતે મારા સાથી યહુદીઓમાંથી ઈર્ષા કરાવીને તેઓમાંથી કોય એકનુ તારણ કરાવી હકુ.


અધિકારીઓ ફરજ નિભાવવામાં પરમેશ્વરની હાટુ કામ કરે છે. એથી તમારે કરવેરા ભરવા જોયી.


મસીહ ઈસુના ચાકર તરીકે મને બિનયહુદીઓ વસ્સે કામ કરવાનો અધિકાર મળ્યો છે. પરમેશ્વરનો સંદેશો પરગટ કરીને હું યાજકનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની લીધે મસીહી બનેલા બિનયહુદીઓ પરમેશ્વરને માન્ય અર્પણ થાય.


તેઓએ આ રાજીથી કરયુ છે, અને ઈ યરુશાલેમ શહેરના રહેવાસી લોકોના લેણદાર છે કેમ કે, બિનયહુદીઓને યરુશાલેમ શહેરના રહેવાસી વિશ્વાસુઓથી હારા હમાસારના આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરયા, ઈ હાટુ તેઓને લાગે છે કે, એના બદલામાં તેઓ ઓછામાં ઓછુ એની રૂપીયાની જરૂરિયાત પુરી કરી હકે.


અને જો બાળકો છયી, તો વારસ પણ પરમેશ્વરનાં વારસ અને મસીહના સાથી વારસ છયી, જો આપડે ઈસુની જેમ દુખ સહન કરી તો આપડે એની મહિમામાં પણ ભાગીદાર થાહું.


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


કેમ કે, તમારી આ સેવા ખાલી પરમેશ્વરનાં લોકોની જરૂરિયાત જ પૂરી નથી થાતી, પણ એની હારો-હાર લોકો પરમેશ્વરનો બોવ જ આભાર માને છે.


કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.


ઈ હાટુ તમારે આ જાણવું જરૂરી છે કે, જે લોકો મસીહ ઉપર એમ ભરોસો કરે છે જેમ ઈબ્રાહિમ કરતો હતો, તેઓ ખરેખર ઈબ્રાહિમનાં કુળના છે.


પરમેશ્વર ઈ બધાયને આશીર્વાદ આપે છે જે એની ઉપર વિશ્વાસ કરે છે, એમ જ જેમ એણે ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો.


ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.


તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું


પણ મે એપાફ્રોદિતસને તમારી પાહે ફરીથી મોકલવાનું જરૂરી હમજુ, ઈ મારો ભાઈ અને કામમા ભાગીદાર અને સંદેશો પરચાર કરતાં વખતથી મારી હારે યોદ્ધાની જેમ ઉભો રેનારો, અને તમારો સંદેશાવાહક છે જેને તમે જરૂરી વાતોમાં મારી સેવા હારે હાલવા હાટુ મોકલ્યો હતો.


અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.


પરમેશ્વરે એવુ ઈ હાટુ કરયુ જેથી પોતાની કૃપાથી ઈ આપણને એની નજરમાં ન્યાયી ઠરાવી હકે; જેથી આપડે એના સંતાનો બની હકી એટલે કે, પાકુ એની હારે સદાય હાટુ અનંતકાળનું જીવન જીવવાની આશા રાખી હકી.


દરેક મુખ્ય યાજક બલીની જગ્યાની હામે દરોજ સેવા કરે છે, અને એક જ પરકારના બલિદાનો વારા-ઘડીએ સડાવે છે. જે બલિદાનો દ્વારા કોયદી પાપોની માફી મળી હકતી નથી.


તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.


અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા.


આ ઈ હાટુ છે જેથી તમે આળસુ નો બનો, પણ જે લોકોએ પોતાના વિશ્વાસ અને ધીરજના કારણે પરમેશ્વરનાં વાયદાને મેળવા છે એને નમુનો રાખીને એની પરમાણે કરો.


ઈ પરમાણે પરમેશ્વર પોતાના વચનની હાસાય, વચનના વારસોને બતાવવા હાટુ હમ ખાયને ભાગીદાર બન્યા,


પણ હવે જેમ મસીહ વધારે હારા વચનોથી ઠેરાયેલો અને વધારે હારા કરારનો મધ્યસ્થી છે એમ તેઓને વધારે હારું સેવાનું કામ હોપવામાં આવ્યું છે.


એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.


આપડે ઈ મહાન વારસાને મેળવવા હાટુ આગળ તરફ જોયી છયી, જે પરમેશ્વરે પોતાના લોકોની હાટુ રાખ્યો છે. એણે તમારી હાટુ સ્વર્ગમા રાખ્યું છે, જ્યાં ઈ બગડી જાતું નથી, કે ખરાબ થાતું નથી કે નાશ થાતું નથી.


એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.


આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.


તઈ મે એક ઘેટાના બસ્સાને જોયો જે રાજગાદી અને સ્યાર જીવતા પ્રાણીઓ અને સોવીસ વડીલોની વસે ઉભોતો, ઘેટાના બસ્સાના દેહ ઉપર એવી નિશાનીઓ હતી કે, એને પેલા મારવામાં આવ્યો હતો, એને હાત શીંગડા અને હાત આખું હતી, આ પરમેશ્વરની હાતેય આત્માઓ છે, જે આખી પૃથ્વી ઉપર મોકલમાં આવી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ