પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”
તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે.
આ કારણથી મુસાએ તમને માણસની સુન્નત કરવાની આજ્ઞા દીધી હતી, ઈ હાટુ તમે વિશ્રામવારના દિવસે માણસની સુન્નત કરો છો. આ આજ્ઞા મુસાએ નથી દીધી, પણ તમારા વડવાઓથી હાલી આવે છે.
ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.
ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ.
કેમ કે, જો પરમેશ્વરનો સંદેશો જે સ્વર્ગદુત દ્વારા આપવામાં આવ્યો હતો, ઈ સદાય હાસુ સાબિત થયો, અને જેઓએ ઈ આજ્ઞાઓને માની નય અને પાલન કરયુ નય તેઓને પરમેશ્વરે સજા આપી.
જઈ મુસાએ પેલા બધાય લોકોની હામે નિયમની બધીય આજ્ઞાઓને વાંચીને હભળાવી, પછી એણે વાછડા અને બકરાનું લોહી અને પાણી લીધું, પછી એણે લાલ ઊન અને ઝુફા ઝાડની ડાળખ્યું દ્વારા શાસ્ત્રની સોપડી અને બધાય લોકો ઉપર છાટી દીધું.