આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.
ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.
બીજા હિંસક પશુએ મામુલી અને વિશેષ, ગરીબ અને રૂપીયાવાળા અને ગુલામ અને જે ગુલામ નોતા એટલે કે, બધાય લોકોને મજબુર કરયા કે તેઓ પેલા પશુનુ નામ પોતાના જમણા હાથ ઉપર કા પોતાના માથા ઉપર છપાવે.