Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 6:16 - કોલી નવો કરાર

16 જેટલાં આ નિયમ પરમાણે હાલે છે, એટલાની ઉપર અને પરમેશ્વરનાં ઈઝરાયલ દેશ ઉપર શાંતિ અને દયા થાતી રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 6:16
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ નથાનિએલે પોતાની પાહે આવતો જોયને એના વિષે કીધું કે, “જોવ ખરેખર ઈઝરાયલ દેશનો છે; જે પુરી રીતે હાસો માણસ છે.”


હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .


હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


અને ઈ સુન્‍નતીઓનો વડવો થાય, જે બેસુન્‍નતિઓના છે પણ આપડા વડવા ઈબ્રાહિમ જેવુ વિશ્વાસનું જીવન જીવે છે જે એણે સુન્‍નત વગરની પરિસ્થિતિમાં કરયુ હતું.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.


પણ હું તમને કવ છું કે, તમારે આત્માની આગેવાની પરમાણે જીવન જીવો અને તમે દેહ ઈચ્છે તેવા પાપી કામો નો કરો.


કેમ કે, પરમેશ્વરની આત્માએ આપણને એક નવું જીવન આપ્યુ છે, આપડે પોતાના જીવનના દરેક જગ્યામાં આત્માની આગેવાની પરમાણે કરવુ જોયી.


હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.


ગમે એમ હોય, તોય પણ આપડે હજી હુધી જેમ અનુસરણ કરયુ છે ઈ જ રીતે હજીય આગળ વધી.


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


તઈ પરમેશ્વર તમને શાંતિ આપશે, ઈ શાંતિ લોકોની હમજથી ઘણીય વધારે છે, જે તમારુ હ્રદય અને વિસારોને મસીહ ઈસુમાં હાસવી રાખશે.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


પરમેશ્વર તમારી ઉપર બોવ જ દયા કરે, ઈ તમને બોવ જ શાંતિ દેય અને ઈ તમને બોવ જ પ્રેમ કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ