મસીહના હારા હમાસાર વિષે હું શરમાતો નથી; કેમ કે, ઈ બધાય વિશ્વાસ કરનારાના તારણની હાટુ પરમેશ્વરનું સામર્થ્ય છે, પેલા યહુદી લોકોની અને પછી બિનયહુદી લોકોની હાટુ.
આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.
ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.
કેમ કે, આપડે શાસ્ત્રનું પાલન કરવાને બદલે, મસીહ ઉપર ભરોસો કરવા દ્વારા પરમેશ્વરની હારે હાસા ઠરાવવામાં આવે છે થોડાક યહુદી આપણને પાપી માને છે તો શું એનો અરથ ઈ છે કે, મસીહ આપડાથી પાપ કરાવે છે? નય! કઈયેય નય.
ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.
શું એનો અરથ આ છે કે, શાસ્ત્ર જે કેય છે ઈ એના વિરુધ છે જેનો વાયદો પરમેશ્વરે કરયો છે. નય! કોયદી નય! કેમ કે, જો કોય આવો નિયમ છે; જે માણસોને પરમેશ્વરની હામે હાસો ઠરાવી હકે, તો ઈ ન્યાયીપણાનું પાલન કરીને અનંતજીવન મેળવી હકે છે.
કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી.
કેમ કે, તમારો પાપીલો સ્વભાવ મસીહની હારે મરી ગયો છે, એટલે હવે તમને આ જગતના નિયમોને માનવાની જરૂર નથી. તો પછી તમે કેમ અત્યારે આ નિયમોનું પાલન કરો છો, જેમ કે, અત્યારે પણ જગત તમારી ઉપર રાજ કરે છે?