Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 6:1 - કોલી નવો કરાર

1 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય વિશ્વાસુ પાપમાં પકડાય જાય છે, તો તમે જે આત્મા દ્વારા આગેવાની કરતાં જાવ છો, નમ્રતાથી એને હાસા મારગ ઉપર પાછો લય આવો અને સાવધાન રયો ક્યાક તમે પોતે જ પાપ કરવા હાટુ ભોળવાઈ નો જાવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 6:1
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મારા આધીન થાઓ, ને મારી પાહે શીખો; કેમ કે હું આત્મામાં નમ્ર અને રાંકડો છું, ને તમે તમારા મનમાં વિહામો પામશો.


પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.”


તઈ પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યા અગાવ તું મારો ત્રણ વાર નકાર કરય.” પછી ઈ બારે જયને દુખી થયને ખુબ રોયો.


ઈ હાટુ તમે જાયને આનો અરથ શીખીલ્યો કે, હું બલિદાન નય, પણ દયા ઈચ્છુ છું; કેમ કે, હું ન્યાયીઓને નય પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”


પણ જે કોય વિશ્વાસમા નબળો છે એની દલીલ વિષે ન્યાય કરયા વગર એને અપનાવો.


હવે નબળાઓની નબળાયને હલાવી લેવી અને પોતાની ખુશી પરમાણે નો કરવુ, ઈ આપડે મજબુતોની ફરજ છે.


પોતાના પાપીલા સ્વભાવને પોતાના મનને કાબુમાં કરવા દેવું મોત બાજું લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.


તો, કોય પણ વિશ્વાસી જે વિસારે છે કે, ઈ પોતાના વિશ્વાસમાં સુરક્ષિત છે ઈ હાટુ સાવધાન રેય કે, જેથી લાલસમાં આવીને પાપમાં નો પડે.


જો કોય માણસ પોતાની જાતને આગમભાખીયો કે આત્મિક હમજે, તો જે વાતો હું તમારી ઉપર લખું છું કે, તેઓ પરભુની આજ્ઞાઓ છે એવું એને હંમજવુ.


તેઓ લોકો જેઓએ પવિત્ર આત્મા પામી છે તેઓ ઈ બધી વસ્તુઓને હમજી હકે છે જે પવિત્ર આત્મા શીખવાડે છે. પણ જે લોકોની પાહે પવિત્ર આત્મા નથી તેઓ લોકોના વિસારોને હંમજી હકતા નથી જેની પાહે પવિત્ર આત્મા છે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી હારે વાત નય કરી હકુ; જેમ આત્મિક લોકોથી પણ જેમ તે લોકો વડે વાત કરું જેની પાહે પરમેશ્વરની આત્મા છે. પણ મને તમારીથી ઈ લોકોની હારે વાત કરવી પડે છે, જે ખરેખર આ જગતથી સબંધ રાખે છે, એવા લોકો જે મસીહ શિક્ષણોમાં અને તમારી હમજણમાં બાળકોની જેમ છે.


તમારી શું ઈચ્છા છે? હું તમારી પાહે હોટી લયને આવું કે, પ્રેમથી અને દયાભાવથી આવું?


ધણી અને બાયડી એકબીજાને દેહિક સબંધો હાટુ છેટા નો રાખવા સિવાય પોતાની મરજીથી પ્રાર્થનાના હેતુથી ટુકમાં થોડીક વાર હાટુ અને ફરી સામાન્ય લગનના સબંધોની ફરીથી શરુ કરો. જેથી શેતાન અનૈતિક જીવન જીવવા હાટુ તમારી પરીક્ષા નો કરે નય તો તમે પોતાની ઈચ્છાઓને કાબુમાં નય કરી હકો.


હું પાઉલ તમને મસીહની નમ્રતા અને ભલાઈથી વિનવણી કરું છું, જે લોકો મારી વિષે એવું કેય છે કે, જઈ હું તમારી હારે હોવ છું, નમ્ર છું, પણ જઈ તમારીથી દુર થાવ છું, તઈ તમારી હાટુ હિમંતવાન છું


હવે તમારે એને માફી આપવી જોયી, અને દિલાસો આપવો જોયી; જેથી ઈ વધારે પડતા ભાંગી નો પડે.


ઈ હાટુ હું તમને વિનવણી કરું છું કે, તમે એને દેખાડો કે તમે ખરેખર એને પ્રેમ કરો છો.


નમ્રતા અને પોતાની ઉપર કાબુ રાખવો. એની લાયક બનાવે છે આ રીતના વ્યવહાર ઉપર રોક લગાવવા હાટુ કોય નિયમ નથી.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે, પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની હારે રેય, આમીન.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


તો પણ એની હારે દુશ્મનની જેમ વ્યવહાર નો કરો, પણ પોતાના વિશ્વાસી ભાઈ હમજીને સેતવણી આપો.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


તમારા પગોને હાલવા હાટુ મારગ સીધા કરો તઈ જે તમારી જેમ કરે છે ઈ ભલે નબળો અને લંગડો હોય, તોય ઠોકર ખાહે નય અને પડસેય નય પણ હાજો થાહે.


તમે પણ જેલમાં જ છો એવુ હમજીને કેદીઓની દેખભાળ કરો, અને જે લોકો હેરાન થાય છે તેઓની પણ એવી દેખભાળ કરો; જેમ કે તેઓનું દુખ તમને પોતાના દેહ ઉપર લાગે છે.


તમારામા જ્ઞાની અને હમજદાર કોણ છે? એવુ હોય તો એને એક હારું જીવન જીવીને દેખાડવું જોયી. અને આ નમ્રતાથી હારા કામો કરીને દેખાડો જે તમારા જ્ઞાન દ્વારા આવે છે.


આપડે બધાય ઘણીય વાર ભૂલો કરી છયી. જે કોય ખોટી વાત નથી કરતાં ઈ જ પુરી રીતેથી માણસ છે, ઈ પોતાના બધાય કામોને કાબુ કરવામા મકમ છે.


એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.


જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ