પણ જઈ તને કોય આમંત્રિત કરે, તો બધાયથી છેલ્લી જગ્યાએ જયને બેહી જા, તઈ જે માણસ તને આમંત્રિત કરનાર કેય કે, ન્યા ઈ માણસ તમારી પાહે આવીને કેય કે, “આ બાજુની બેઠક ઉપર આવો,” તો બીજા મેમાનો પણ તમને માન આપશે.
ઓ ફીલીપ્પીઓના લોકો તમે પોતે જ જાણો છો કે, હારા હમાસારના પરચારની શરૂવાતમાં જઈ હું મકદોનિયા જિલ્લા બાજુ નીકળો તઈ તમને છોડીને બીજી કોય મંડળીએ લેતી-દેતી કરવાની બાબતમાં મારી મદદ નથી કરી.
હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”