તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે.
તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.
છતાય યાદ રાખવું જોયી કે, નિયમ હારા માણસ હાટુ નય, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, પરમેશ્વરને નો માનનારા અને પાપીઓ, અપવિત્ર, અશુદ્ધ અને અધરમી, અને મા-બાપને મારી નાખનારાઓ, ખૂનીઓ,