17 કેમ કે, આપણી પાપીલી ઈચ્છાઓ આત્માના વિરુધમાં છે અને આત્મા પાપીલી ઈચ્છાઓની વિરુધ છે કેમ કે, આ બેય દુશ્મનો છે, ઈ હાટુ તમે સદાય એવા હારા કામોને નથી કરી હકતા જે આપણે કરવા ઈચ્છીએ છયી.
પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”
જો કોય માણસમાંથી જનમ લીધો હોય તો ઈ માણસ માણસની જાત છે. પણ જે કોય પરમેશ્વરની આત્માના કામો દ્વારા જનમ થાય તો પોતાના બાળકોને જીવન આપે છે. તો પણ ફક્ત પરમેશ્વરનો આત્મા તમને પરમેશ્વરનાં બાળકોની જેમ બદલી હકે છે.
શું એનો અરથ આ છે કે, શાસ્ત્ર જે કેય છે ઈ એના વિરુધ છે જેનો વાયદો પરમેશ્વરે કરયો છે. નય! કોયદી નય! કેમ કે, જો કોય આવો નિયમ છે; જે માણસોને પરમેશ્વરની હામે હાસો ઠરાવી હકે, તો ઈ ન્યાયીપણાનું પાલન કરીને અનંતજીવન મેળવી હકે છે.