11 હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી.
પાઉલની ઈચ્છા હતી કે ઈ એની હારે જાય, અને જે બિનયહુદી લોકો ઈ જગ્યામાં રેતા હતા એને લીધે એણે એની સુનન્ત કરી, કેમ કે, ઈ બધુય જાણતા હતા કે, તિમોથીનો બાપ ગ્રીક દેશનો રેવાસી હતો.
અને યહુદી વિશ્વાસી લોકોને તારા વિષે બતાવવામાં આવ્યું છે કે, તુ બિનયહુદી લોકોમા રેનારા યહુદી લોકોને મુસાના નિયમને મુકી દેવાનું શિખવાડ છો, અને કેય છે કે, પોતપોતાના બાળકોની સુનન્ત નો કરાવો અને યહુદી લોકોના રીતી રીવાજ પરમાણે નો હાલો.
“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”
જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે.
પણ હવે તમને ઈ લોકો દ્વારા સતાવવામાં આવી રયા છે જે ઈચ્છે છે કે, તમે શાસ્ત્રનું પાલન કરો, એમ જ જેમ ઈસ્માએલે એટલે કે, માણસના પ્રયાસથી પેદા થયેલ બાળકે ઈસહાકને એટલે કે, આત્માના સામર્થ્યથી પેદા થયેલા બાળકને સતાવ્યો.
યહુદીઓને રાજી કરવા હાટુ તેઓ તમને સુન્નત કરાવવા હાટુ કેય છે, તેઓ એવું ખાલી ઈ હાટુ કરે છે, જેથી લોકો એને ઈ પરચાર કરવાના કારણે નો સતાવે કે, પરમેશ્વર લોકોને ખાલી ઈ હાટુ બસાવે છે કેમ કે, તેઓ વિશ્વાસ કરે છે કે, મસીહ ઈસુ વધસ્થંભ ઉપર મરયો.