10 હું પરમેશ્વર ઉપર વિશ્વાસ કરું છું કે, ઈ તમને ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાથી બસાવી રાખશે. પણ જે માણસ તમારી હાટુ મુશ્કેલીઓ ઉભી કરે છે ઈ કોય પણ હોય, પરમેશ્વર દ્વારા સજા પામશે.
આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.
જે માણસ પાપ કરે છે એને બારે કાઢી મેલો, ઈ માણસને શેતાનની તાકાતમાં પાછા મોકલી દયો, ઈ હાટુ કે, પસ્તાવો કરે છે તો પાછો ફરીને આયશે અને ન્યાયના દિવસે એની આત્મા તારણ પામી હકે.
અને મને આ બધી વાતોનો પુરો ભરોસો હતો, ઈ હાટુ મેં તમારીથી પેલા મુલાકાત કરવાનું આયોજન કરયુ, જેથી હું તમારી પાહે બીજીવાર આવું અને તમને બમણા આશીર્વાદ આપી હકુ.
જઈ હું તમારી પાહે આવું તઈ તમારી પ્રત્યે કઠોર વ્યવહાર કરવો નો પડે. કેમ કે જે લોકો હમજે છે કે, આપડે આ જગતના લોકોની જેમ વ્યવહાર કરી છયી, એના પ્રત્યે મેં કઠોરતા દેખાડવાનું નક્કી કરયુ છે.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
અને તઈ હું ઈ વાતોને લીધે આ પત્ર તમને લખુ છું કે, ન્યા એવુ નો થાય કે, મારા આવવાથી, જેનાથી મને ખુશી મળવી જોયી, હું તેઓથી દુખી થય જાવ, કેમ કે મને તમારી બધાય ઉપર આ વાતોનો ભરોસો છે કે, જે મારી ખુશી છે, ઈ જ તમારી બધાયની પણ છે.
અને તેઓની હારે આપડે અને એક વિશ્વાસી ભાઈને પણ મોક્લીયા છે, જેને આપડે વારા-ઘડીયે પારખી છયી અને ઈ બોવ બધી વાતોમાં મદદ કરવામાં ઉત્સાહ દેખાડે છે, પણ હવે એને તમારી ઉપર બોવ જ ભરોસો છે, આ કારણે ઈ બોવ વધારે મદદ કરવા હાટુ ઉત્સાહી છે.
પણ એમ થયુ કે, આપડા જૂથમાં જોડાયેલાં ખોટા ભાઈઓને લીધે મસીહ ઈસુમાં આપડી જે આઝાદી છે, એની જાસુસી કરવા હાટુ તેઓ ખાનગી રીતે અંદર આવ્યા હતા, ઈ હાટુ કે, તેઓ આપણને પાછા ગુલામીમાં લીયાવે.
યરુશાલેમની મંડળીના ઈ આગેવાનોએ મારા શિક્ષણમાં કાય પણ નથી જોડયું. મને આ વાતથી કાય ફરક નથી પડતો કે, ઈ આગેવાનો કોણ છે કેમ કે, પરમેશ્વર બારનું રૂપ જોયને ન્યાય નથી કરતો.
ઈ તમને પોતાના જૂથમાં ભેળવવા હાટુ પુરી કોશિશ કરી રયા છે, તેઓનો હેતુ તમારી ભલાયનો નથી એનો ખાલી એક જ હેતુ છે, ઈ જ કે તું મારો નકાર કરી દે, જેથી તું ખાલી એનુ જ અનુસરણ કરય.
તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.
મે તને આ પત્ર એટલા હાટુ લખ્યું છે કેમ કે, મને વિશ્વાસ છે કે, તુ ઈ કરશે જે કરવાનું હું તને વિનવણી કરું છું અને મને ખબર છે કે, તુ એનાથી પણ વધારે કરય, જે હું તને કરવાની વિનવણી કરું છું