7 ઈ હાટુ, હવે આપડે ચાકર નથી, પણ આપડે પરમેશ્વરનાં દીકરા બની ગયા છયી. જો આપડે પરમેશ્વરનાં બાળકો છયી, તો ઈ આપણને ઈ બધુય આપશે; જે કાય એની પાહે એના બાળકો હાટુ છે.
કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.
કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.