Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 4:4 - કોલી નવો કરાર

4 પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 4:4
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જોવ, એક કુવારી ગર્ભવતી થાહે અને ઈ દીકરાને જનમ દેહે, અને એનુ નામ ઈમ્માનુએલ રાખવામાં આયશે” જેનો અરથ ઈ છે કે, પરમેશ્વર આપડી હારે છે.


પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.


એમ નો ધારો કે, હું નિયમ અને આગમભાખીયાઓની વાતોનો નાશ કરવા આવ્યો છું; હું નાશ કરવા નય પણ પુરૂ કરવા આવ્યો છું.


“પરમેશ્વરનો નક્કી કરેલ વખત આવી ગયો છે, અને પરમેશ્વરનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે. તમારા પાપીલા કામોનો પસ્તાવો કરો અને હારા હમાસાર ઉપર વિશ્વાસ કરો.”


જોવ, તને ગર્ભ રેહે અને દીકરો થાહે અને તુ એનુ નામ ઈસુ પાડજે.


સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.


અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી.


દાઉદ રાજા પોતે એને પરભુ કયને બોલાવે છે તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય?”


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


તો શું તમે એને આમ કયો છો જેને બાપે પવિત્ર ઠેરાવીને જગતમાં મોકલ્યો છે, તમે નિંદા કરો છો; કેમ કે, મે કીધું કે, હું પરમેશ્વરનો દીકરો છું;


કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.


કેમ કે હું મારી પોતાની ઈચ્છા નય, પણ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પુરી કરવા સ્વર્ગમાંથી ઉતરયો છું


ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.


ઈસુએ એને કીધું કે, ઈ વખત અને વાતોને જાણવાનો અધિકાર ખાલી મારા બાપ પરમેશ્વરની પાહે છે, જેને તમારે જાણવાની જરૂર નથી.


આ હારા હમાસાર એના દીકરા પરભુ ઈસુ મસીહના વિષે છે ઈસુ દેહિક રીતે રાજા દાઉદના વંશમાં જનમો હતો,


વળી હું કવ છું કે, જે વચનો પરમેશ્વરે વડવાઓને આપેલા હતા, એવા સુન્‍નતીઓને મસીહ હાસા ઠેરવે,


કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો.


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


વડવાઓ તેઓના છે, અને મસીહ દેહ પરમાણે તેઓમાનો છે; બધાય ઉપર રાજ કરનાર પરમેશ્વરનો સદાય મહિમા થાય, આમીન.


જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.


આ એવુ હતું કે, જેમ પરમેશ્વરે આપડા પાપોના લેખ પત્રને મટાડી દીધા જેમાં વિધિના નિયમોના કારણે આપડી વિરોધમાં હતાં અને જઈ મસીહ વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યો તઈ એણે એના લખાણ દસ્તાવેજને પુરી રીતે મટાડી દીધું.


મસીહ બધાય લોકોને પાપ અને મરણમાંથી છોડાવવા હાટુ પોતાની જાતને બલિદાન કરી દીધો એના બલિદાન દ્વારા પરમેશ્વરે હાસા વખતે આ સાબિત કરયુ કે, ઈ બધાય લોકોને બસાવવા માગે છે.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.


કેમ કે, ખાલી લોકોને ખાવા, પીવાના વિષે અને બીજા શુદ્ધિકરણની વિષે દેખાડે છે જેના દ્વારા લોકો બારેથી સાફ થય જાય છે, આ વિધીઓને ન્યા હુધી માનવાનું હતું જ્યાં હુધી કે પરમેશ્વર પોતાનો નવો નિયમ લાગુ નો કરે.


અને આપડે દીકરાને જોયો છે અને સાક્ષી આપી છયી કે, પરમેશ્વર બાપે દીકરાને જગતના લોકોના તારનાર થાવા મોકલ્યો છે.


પરમેશ્વરની આત્માને તમે આ રીતે ઓળખી હકો છો કે, જે કોય આ માની લેય છે કે, ઈસુ મસીહ માણસ બનીને આવ્યો છે ઈ પરમેશ્વર તરફથી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ