31 જે હું કવ છું એનો નીસોડ આ છે, હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે ચાકરડી બાય એટલે કે, શાસ્ત્રના બાળકો નથી, પણ સ્વતંત્ર બાય એટલે કે, વિશ્વાસના બાળકો છયી.
શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, ઈબ્રાહિમના બે દીકરા હતા, એના એક બાળકનો જનમ હાગારથી થયો હતો, જે એક ચાકરડી હતી. અને બીજા બાળકનો જનમ સારાથી થયો હતો, જે ચાકરડી નોતી.
પણ શાસ્ત્રવચનમાં એમા લખેલુ છે કે, “ગુલામ બાય અને એના દીકરાને કાઢી મુક. કારણ કે, ગુલામ બાયના દીકરાને આઝાદ બાયના દીકરા હારે વારસાનો ભાગ કોયદી મળી હકે નય.”
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.