30 પણ શાસ્ત્રવચનમાં એમા લખેલુ છે કે, “ગુલામ બાય અને એના દીકરાને કાઢી મુક. કારણ કે, ગુલામ બાયના દીકરાને આઝાદ બાયના દીકરા હારે વારસાનો ભાગ કોયદી મળી હકે નય.”
પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે.
શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.
શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, ઈબ્રાહિમના બે દીકરા હતા, એના એક બાળકનો જનમ હાગારથી થયો હતો, જે એક ચાકરડી હતી. અને બીજા બાળકનો જનમ સારાથી થયો હતો, જે ચાકરડી નોતી.