તમે બધાય આગમભાખીયાના સંતાન છો, એના વાયદાના ભાગીદાર છો. જે પરમેશ્વરે તમારા બાપ દાદાથી કરયુ. કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું કે, “તારી પેઢી દ્વારા બધીય જાતિના લોકો જે પૃથ્વી ઉપર છે. ઈ આશીર્વાદ પામશે.”
કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.
પણ એક જે ચાકરડીનો દીકરો, માણસ જાતિની ઈચ્છા પરમાણે કોય પણ સામાન્ય બાળકની જેમ પેદા થયો હતો, પણ ઈ દીકરો જે એની બયડીથી પેદા થયો હતો ઈ ઈબ્રાહિમની હારે પરમેશ્વરનાં વચનનું પાલન કરતાં થયો હતો.