23 પણ એક જે ચાકરડીનો દીકરો, માણસ જાતિની ઈચ્છા પરમાણે કોય પણ સામાન્ય બાળકની જેમ પેદા થયો હતો, પણ ઈ દીકરો જે એની બયડીથી પેદા થયો હતો ઈ ઈબ્રાહિમની હારે પરમેશ્વરનાં વચનનું પાલન કરતાં થયો હતો.
શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, ઈબ્રાહિમના બે દીકરા હતા, એના એક બાળકનો જનમ હાગારથી થયો હતો, જે એક ચાકરડી હતી. અને બીજા બાળકનો જનમ સારાથી થયો હતો, જે ચાકરડી નોતી.