20 પણ હું ઈચ્છું છું કે, કદાસ કે, હું હવે તમારી હારે હોત. તઈ મારે તમને આવી રીતેથી વાત કરવી પડત નય, કેમ કે, હું ખરેખર નથી જાણતો કે, શું કવ.
કેમ કે હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને એનાથી બીતો હતો, અને સિપાયોને એનુ રક્ષણ કરવા હાટુ લગાડયા, અને દરવખતે જઈ રાજા હેરોદ યોહાને બોલતા હાંભળતો, તઈ ઈ બોવ બીય જાતો, તો પણ એને આનંદથી હાંભળતો.
આપડે બધીય બાજુથી મુશ્કેલીમાં હોવા છતાય દબાયેલા નથી; હેરાન થ્યા છતાય નિરાશ થયેલા નથી.
તમારા કારણે, પરમેશ્વરની હામે જે અમારી ખુશી છે, એના બદલે તમારા વિષે અમે પરમેશ્વરનો બોવ આભાર માની છયી.