2 ઈ ન્યા હુધી માવતર અને દેખરેખ રાખનારાનાં અધિકારને આધીન રેય છે જ્યાં હુધી ઈ ઉમર હુધી નથી પુગી જાતો જઈ ઈ માલીક બની જાહે. ઈ ઉમર એના બાપ દ્વારા નક્કી કરવામાં આવી છે.
ઈ હાટુ મસીહના આવવા હુધી શાસ્ત્ર આપણને આપડીથી માહિતગાર કરવા હાટુ અને આપડી દેખરેખ કરવા હાટુ દેવામાં આવ્યું હતું, આગેવાની કરવા દ્વારા મદદ કરવા હાટુ હતું, જેથી આપડે ઈસુ મસીહમા વિશ્વાસ કરવા દ્વારા પરમેશ્વરની હામે ન્યાયી બની હકી.
પણ મને આ દાખલા દ્વારા હમજાવવા દયો કે, એક રૂપીયાવાળા માણસનો એક દીકરો છે. જ્યાં હુધી ઈ એક બાળક છે, ન્યા હુધી એમા અને એક ચાકરની વસે કોય અંતર નથી, જો કે ઈ પોતાના બાપની બધીય મિલકતનો માલીક બનશે.