19 મારા બાળકો, જેવી રીતે એક બાય જણતી વખતે દુખાવો સહન કરે છે, એવી જ રીતે હું એકવાર પાછો તમારી હાટુ દુખ ભોગવી રયો છું, હું આ દુખમાં ન્યા હુધી રેય જ્યાં હુધી તમે મસીહમાં હમજતા નો થય જાવ.
હવે, હું ત્રીજીવાર તમારી પાહે આવવા હાટુ તૈયાર છું, અને પછીથી હું તમારા લોકોની કોય મદદ નય લવ, કેમ કે હું તમારી મિલકત નથી પણ તમે જ ઈચ્છો છો, કેમ કે બાળકોને માં-બાપ હાટુ મિલકત ભેગી નો કરવી જોયી, પણ માં-બાપને બાળકો હાટુ મિલકત ભેગી કરવી જોયી.
આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ.
પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.
એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.
હું પાઉલ પોતાના હાથથી લખું છું કે, હું એનો કરજો સુકવી દેય, અને તુ પેલેથી જ જાણ છો કે, જો હું તારી મદદનો કરત તો તુ તારી પોતાની જાતને આ નવા જીવમાં નો ગોતી હકત; ઈ હાટુ તુ પોતાના જીવન હાટુ મારો ઋણી છે.
તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;
મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.