પણ આપડી હાટુ પણ છે, જેને પરમેશ્વર ન્યાયી જાહેર કરશે, એટલે જો આપડે પરમેશ્વરમાં વિશ્વાસ કરશું, જેણે આપડા પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરયા, તો આપડે પણ વિશ્વાસના કારણે ન્યાયી માનવામાં આયશું.
અને શાસ્ત્રનુ આ વચન પરમાણે થયુ, “ઈબ્રાહિમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને એના વિશ્વાસના કારણે પરમેશ્વરે એણે એક ન્યાયી માણસના રૂપમા સ્વીકાર કરયો.” અને ઈ પરમેશ્વરનો મિત્ર કેવાણો.