28 મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.
મારા બીજા પણ ઘેટા જે મારા આ ઘેટાના વાડાના નથી, મારે તેઓને પણ લાવવા જરૂરી છે, તેઓ મારો હાક હાંભળીને ઓળખી લેહે. તઈ એક જ ટોળું થાહે, અને એક જ સરાવનારો થાહે.
હવે હું જગતમાં નય રવ, પણ આ જગતમાં રય, કેમ કે હું તારી પાહે આવી રયો છું, હે પવિત્ર બાપ, તારા નામના સામર્થથી તેઓને હાસ્વીને રાખ, જે તે મને દીધુ છે કે, તેઓ આપડી જેમ એક છે.
મસીહના હારા હમાસાર વિષે હું શરમાતો નથી; કેમ કે, ઈ બધાય વિશ્વાસ કરનારાના તારણની હાટુ પરમેશ્વરનું સામર્થ્ય છે, પેલા યહુદી લોકોની અને પછી બિનયહુદી લોકોની હાટુ.
કેમ કે, અવિશ્વાસી ધણી વિશ્વાસી બાયડીથી પવિત્ર કરેલો છે, અવિશ્વાસી બાયડી વિશ્વાસી ધણીથી પવિત્ર કરેલી છે; એવું નો થાય તો તમારા બાળકો અશુદ્ધ થય, પણ હવે તેઓ પવિત્ર છે.
મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી બિનયહુદીઓને ઈ જ આશીર્વાદ પ્રાપ્ત થાય, જેનો વાયદો પરમેશ્વરે ઈબ્રાહિમની હારે ઈસુ મસીહના દ્વારા કરયો હતો, અને મસીહના ઉપર વિશ્વાસ દ્વારા જેનું વચન આપ્યુ છે, ઈ પરમેશ્વરનો આત્મા પ્રાપ્ત કરે જેનો એણે આપણને આપવાનો વાયદો કરયો હતો.
અને મારી બીમારીએ તમારી હાટુ બોવ કઠણાઈ ઉભી કરી, પણ તમે મને નીસો નો દેખાડો અને તમે મને બારે પણ નથી કાઢયો, પણ તમે મને એવી જ રીતેથી અપનાવ્યો છે જેમ તમે પરમેશ્વરનાં એક સ્વર્ગદુતને કા પોતે ઈસુ મસીહને અપનાવ્યો છે.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.