તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.
ઈ હાટુ મસીહના આવવા હુધી શાસ્ત્ર આપણને આપડીથી માહિતગાર કરવા હાટુ અને આપડી દેખરેખ કરવા હાટુ દેવામાં આવ્યું હતું, આગેવાની કરવા દ્વારા મદદ કરવા હાટુ હતું, જેથી આપડે ઈસુ મસીહમા વિશ્વાસ કરવા દ્વારા પરમેશ્વરની હામે ન્યાયી બની હકી.