ગલાતીઓને પત્ર 3:17 - કોલી નવો કરાર17 જે હું કવ છું એનો અરથ ઈ છે કે, પરમેશ્વરે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો ઈ હાટુ સ્યારસો ત્રીહ વરહ પછી જે શાસ્ત્ર પરમેશ્વરે મુસાને આપ્યુ, ઈ વાયદાને તોડી નથી હક્તો અને આ રીતે નો ઈ વાયદાને રદ કરી હકે છે. အခန်းကိုကြည့်ပါ။ |
પરમેશ્વરે એને સડાવ્યો જેથી મસીહના લોહીથી ઈ એવુ બલિદાન બની જાય જેના દ્વારા લોકોના પાપોને એના વિશ્વાસના લીધે માફ કરી દેવામાં આવે. પરમેશ્વર આ દેખાડવા હાટુ કે ઈ ન્યાયી છે. ભૂતકાળમાં ઈ ધીરજવાન હતો અને લોકોના પાપોને ગણકારતો નોતો, પણ હાલના વખતમાં ઈ પોતાના પાપોનો બદલો આપે છે જેથી ઈ પોતાની ધાર્મિકતાને દેખાડી હકે આ રીતે પરમેશ્વર દેખાડે છે કે, ઈ પોતે ન્યાયી છે અને ઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરનારા બધાય લોકોને હાસા ઠરાવે છે.