હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.
હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો.