Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 3:14 - કોલી નવો કરાર

14 મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી બિનયહુદીઓને ઈ જ આશીર્વાદ પ્રાપ્ત થાય, જેનો વાયદો પરમેશ્વરે ઈબ્રાહિમની હારે ઈસુ મસીહના દ્વારા કરયો હતો, અને મસીહના ઉપર વિશ્વાસ દ્વારા જેનું વચન આપ્યુ છે, ઈ પરમેશ્વરનો આત્મા પ્રાપ્ત કરે જેનો એણે આપણને આપવાનો વાયદો કરયો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 3:14
48 ပူးပေါင်းရင်းမြစ်များ  

કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ પોતાના માંગવાવાળા લોકોને પવિત્ર આત્મા કેમ નય આપે?


અને હું પોતે જ પવિત્ર આત્મા તમારી ઉપર મોકલીશ, જે વાયદો મારા બાપે કરયો છે, પણ તમારે ન્યા હુધી શહેરમાં રાહ જોવી પડશે કે, જ્યાં હુધી તમને સ્વર્ગમાંથી સામર્થ નય આપવામાં આવે.”


પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.


હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.


ઈસુને મુકીને બીજાની દ્વારા તારણ નથી, કેમ કે આભ અને જગતમાં બીજુ કોય નામ નથી; જેની દ્વારા આપડે તારણ પામી હકી.


અને અમે આ વાતોના સાક્ષી છયી, અને પરમેશ્વરની આજ્ઞાઓને માનનારાને પવિત્ર આત્મા દીધો, એના હોતન સાક્ષી છયી.”


જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.


જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે.


હવે પરમેશ્વરે ઈબ્રાહિમથી વાયદો કરયો કે, “દરેક તારા વંશ દ્વારા આશીર્વાદ પામશે.” એણે આ નથી કીધું કે, તારા વંશ દ્વારા એટલે ઘણાય લોકો, ઈ એક માણસના વિષે વાતો કરે છે, જઈ ઈ કેય છે કે, “તારા વંશ દ્વારા” એટલે એક માણસ ઈ મસીહ છે.


આજ ફકત એક વાત છે, જે હું તમારીથી શીખવા માગું છું કે, શું તમે નિયમના કામો દ્વારા આત્મા મેળવી છે; કા જે તમે હાંભળો છો એની ઉપર વિશ્વાસ કરવા દ્વારા?


કેમ કે, આપડે એના દીકરા છયી ઈ હાટુ કે, પરમેશ્વરે પોતાના દીકરાનાં આત્માને આપડા હૃદયમાં મોકલ્યો છે, જે આત્મા પરમેશ્વરને “હે અબ્બા, હે બાપ” કયને હાંક મારે છે.


મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના કારણે હવે આપડે બધાય ઈ એક પરમેશ્વરની આત્મા દ્વારા પરમેશ્વર બાપની પાહે આવી હકી છયી.


ઈસુની હારે સબંધને લીધે બીજાઓની હારે તમે પણ ઈ ઘરમાં રયા છો; ઈ ઘરમાં પરમેશ્વર પોતાના આત્માની વસોવસ છે.


હું પ્રાર્થના કરું છું કે, એની મહિમાની મિલકતમાંથી તમને ઈ દાન આપે કે, એની આત્મા દ્વારા તમને સામર્થ્ય મળે; જેથી તમે પોતાની આત્મામાં મજબુત થાવ.


પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે.


કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.


ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ