Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 3:13 - કોલી નવો કરાર

13 પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 3:13
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે.


અને ઈ મંદિરના ફળીયામાં સાંદીના સિકકા ફેકી દઈને બારે નીકળી ગયો અને એણે ગળા પાહો ખાધો.


આપડા વડવાના પરમેશ્વરે ઈસુને મરણમાંથી પાછો જીવતો કરી દીધો છે, જેને તમે વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો.


ઈસુને આપડા અપરાધો હાટુ મારી નાખવાની હાટુ પકડાવો હતો અને પરમેશ્વરે આપણને પોતાની હારે ન્યાયી બનાવવા હાટુ ફરીથી જીવતો કરો.


કેમ કે, મારા ભાઈઓને બડલે, એટલે દેહના સબંધમાં મારા હગા સબંધીને બડલે હું પોતે જ હરાપિત થયને મસીહથી તરછોડાય જાવ, જાણે કે, એવી મને ઈચ્છા થાય છે.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.


પરમેશ્વરે ઈસુને મોકલ્યો જેથી ઈ આપડો છુટકારો કરી હકે, જે મુસાના શાસ્ત્રને આધીન રેતા હતા. અને એણે આપણને પોતાના જ દીકરાઓના રૂપમાં ખોળે બેહાડી લીધા.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


મસીહ બધાય હાટુ ખાલી એક જ વાર સદાય હાટુ મહાપવિત્ર જગ્યામાં ગ્યા, એણે પોતાની હારે બલિદાન કરવા હાટુ બકરા, અને વાછડાનું લોહી લય નો ગ્યા, પણ ઈ બલિદાન કરવા હાટુ પોતાનું જ લોહી લય ગ્યા, અને એની દ્વારા આપડે સદાય હાટુ છુટકારો મળ્યો.


હાટુ જુના કરારના વખતે જે ભૂલો કરવામાં આવ્યા હતા, એના છુટકારા હાટુ પોતે બલિદાન આપે મોત આપે અને જેઓને ગમાડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસનું વચન મળે ઈ હાટુ ઈ નવા કરારના મધ્યસ્થી છે.


જો આવું થાય તો મસીહએ જગત બનવાની શરૂવાતથીજ ઘણી બધીય વાર દુખ સહન કરવાની જરૂરિયાત ઉભી થાય; પણ હવે છેલ્લા વખતમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા હાટુ તેઓ એક જ વખત પરગટ થયા.


એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.


એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો.


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ