Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:6 - કોલી નવો કરાર

6 યરુશાલેમની મંડળીના ઈ આગેવાનોએ મારા શિક્ષણમાં કાય પણ નથી જોડયું. મને આ વાતથી કાય ફરક નથી પડતો કે, ઈ આગેવાનો કોણ છે કેમ કે, પરમેશ્વર બારનું રૂપ જોયને ન્યાય નથી કરતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:6
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી,


અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?


જેથી તપાસ કરનારાઓએ એને પુછયું કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તુ હાસુ બોલ છો અને શીખવાડ છો અને કોયનો પક્ષપાત કરતો નથી, પણ પરમેશ્વરનો મારગ હાસાયથી બતાય છો.


તઈ પિતરે કીધું કે, “હવે મને પાક્કું હમજાણું કે પરમેશ્વર કોયનો ભેદભાવ કરતાં નથી.


કેમ કે, થોડાક દિવસ પેલા થ્યુદા નામનો માણસ આવ્યો, અને આવું કેતોતો કે, હું મોટો માણસ છું, ઈ હાટુ સ્યારસો માણસો ટોળામાં ગયા, પણ એને મારી નાખવામાં આવ્યા, અને જેટલા લોકો એને માનતા હતાં, ઈ બધાય વેર વિખેર થયને ભાગી ગયા.


કેમ કે પરમેશ્વર બધાય લોકો હારે એક હરખો વ્યવહાર કરે છે.


મને નથી લાગતું કે, બીજા ગમાડેલા ચેલાઓ કરતાં હું કોય પણ પરકારે ઉતરતો છું.


હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.


ઈ હાટુ હવેથી આપડે માણસની રીતે કોયનો ન્યાય કરતાં નથી, જો કે મસીહને અમે પેલા માણસની રીતે જોતા હતા, પણ હવેથી અમે આવી રીતે કોયનો ન્યાય કરતાં નથી.


પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.


જો કોય વિસારે છે કે, ઈ એક મોટો માણસ છે, જો કે ખરેખર ઈ નથી, પણ આવું વિસારીને ઈ પોતાને દગો દેય છે.


તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.


જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો.


જઈ તમે પ્રાર્થના કરો છો તો તમે પરમેશ્વરને હે બાપ કયને પ્રાર્થના કરો છો, પણ યાદ રાખો કે પરમેશ્વર પક્ષપાત નથી કરતો, અને દરેકનો કામ પરમાણે ન્યાય કરે છે. ઈ હાટુ જ્યાં હુધી તમે આ જગતમાં પરદેશી થયને રયો છો, ન્યા હુધી પરમેશ્વરની બીક રાખીને જીવન જીવો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ