Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:4 - કોલી નવો કરાર

4 પણ એમ થયુ કે, આપડા જૂથમાં જોડાયેલાં ખોટા ભાઈઓને લીધે મસીહ ઈસુમાં આપડી જે આઝાદી છે, એની જાસુસી કરવા હાટુ તેઓ ખાનગી રીતે અંદર આવ્યા હતા, ઈ હાટુ કે, તેઓ આપણને પાછા ગુલામીમાં લીયાવે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:4
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં જ ભરવો જોયી.


પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્‍નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”


આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.


આયા લગી કે વિશ્વાસી લોકોને પોતાના ટોળામાંથી લોકો આયશે, જે ચોલાઓને પોતાની વાહે ખેસવા હાટુ ખોટુ શિક્ષણ દેહે.


કેમ કે, ફરીથી બીક લાગે એવો ગુલામીનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને ખોળે બેહાડેલા દીકરાની જેમ આત્મા મળ્યો છે જેને લીધે આપડે હે બાપ, હે અબ્બા કયને હાંક મારી છયી.


કેમ કે, એવા લોકો ખોટા ગમાડેલા ચેલાઓ, અને કપટથી કામો કરનારા, અને મસીહનો ગમાડેલો ચેલો હોવાનો દેખાવો કરે છે.


આ વિષે જે કાય હું કવ છું, ઈ પરભુ દ્વારા આપવામાં આવ્યું નથી, પણ અભિમાનના આવેશમાં એક મુરખની જેમ કવ છું


કેમ કે, જો કોય તમને ગુલામ બનાવે છે કે, જો કોય તમારું ખાય જાય છે, કે, જો કોય તમને ફસાવે છે, કે, જો કોય તમને લાફો મારે છે, તો તમે એનું સહન કરો છો.


હું વારા-ઘડીએ મુસાફરીઓમાં, નદીઓના પૂરના જોખમોમાં બારવટીયાઓના જોખમોમાં, યહુદીના જોખમોમાં, બિનયહુદીના જોખમોમાં, શહેરના જોખમોમાં, જંગલોના જોખમોમાં, દરિયાના જોખમોમાં, ખોટા વિશ્વાસી ભાઈઓના જોખમોમાં રયો.


પરભુ તો આત્મા છે, અને જ્યાં ક્યાય પરભુનો આત્મા છે ન્યા સ્વતંત્રતા છે.


ખાલી એક જ હાસા હારા હમાસાર છે. પણ કેટલાક લોકો તમારા મગજને હેરાન કરવા માગે છે અને મસીહના હારા હમાસારને બદલવા માગે છે.


હાગાર સિનાઈ ડુંઘરને દર્શાવે છે જે અરબસ્તાન દેશમાં છે. ઈ આજના યરુશાલેમ શહેરની જેમ છે, જેના લોકો મુસાના નિયમશાસ્ત્રના ગુલામ છે.


ઈ આપડી હાટુ પણ હરખું જ છે, આપડે બાળકોની જેમ હતા, પરમેશ્વરને જાણતા પેલા આપડે ઈ રીવાજો અને નિયમોના ગુલામ હતા જે આ જગતમાં છે


મસીહે આપણને મુસાના શાસ્ત્રથી આઝાદ કરયા છે. પાકુ કરો કે, તમે આઝાદ રયો. શાસ્ત્રનું પાલન કરવા હાટુ પોતાની જાતને ફરીથી ગુલામ બનવા દેતા નય.


હું પરમેશ્વર ઉપર વિશ્વાસ કરું છું કે, ઈ તમને ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાથી બસાવી રાખશે. પણ જે માણસ તમારી હાટુ મુશ્કેલીઓ ઉભી કરે છે ઈ કોય પણ હોય, પરમેશ્વર દ્વારા સજા પામશે.


એનામાંથી કેટલાક તો એવા લોકો છે, જે બીજાના ઘરમાં સાનામના ઘરી જાય છે, અને ઈ મુરખ બાયુને પોતાની હારી વાતોમાં ભોળવી લેય છે, જે પોતાના પાપના ભારથી દબાયને બધીય પરકારની ભુંડાયના કબજામાં છે.


પણ જે માણસ પરમેશ્વરનાં પુરેપુરા નિયમશાસ્ત્રનું ધ્યાનથી અભ્યાસ કરે છે ઈ લોકોને પાપથી મુક્ત કરે છે, ઈ માણસ હાંભળીને ભુલનારો નથી પણ પાલન કરે છે. એવો માણસ પરમેશ્વરનાં દરેક કામોમાં આશીર્વાદિત થાહે.


તમારા હાટુ એવુ કોય નથી જે તમને ઈ કરવાથી રોકી હકે, જે તમે કરવા માગો છો કેમ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પેલાથી જ સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છો. પણ ખરાબ કામ કરવા હાટુ એને એક બાનું નો બનાવો. પણ તમારે પોતાના કામોથી દેખાડવું જોયી કે, તમે હાસીન પરમેશ્વરનાં ચાકર છો.


તેઓ એને કેય છે કે એને જે હારું લાગે એવુ કરવા હાટુ ઈ સ્વતંત્ર છે પણ તમે પોતે ચાકર છો જેને આજ્ઞાનું પાલન કરવુ જોયી. જે કાય પણ એનુ ભુંડુ મગજ એને કરવા હાટુ બતાવે છે. પાક્કી રીતે માણસ એનો ગુલામ હોય છે જે વાત એને કાબૂમા કરે છે.


હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ