Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:2 - કોલી નવો કરાર

2 પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:2
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ.


તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા.


જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.


જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.


પરભુએ એક રાતે દર્શન દ્વારા પાઉલને કીધું કે, “બીતો નય, પણ વચનનો પરસાર કરતો જાય, અને મૂગો નો રેય.


ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”


પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો.


એથી ગમાડવાનો આધાર માણસની ઈચ્છા કે કામ ઉપર નય, પણ ખાલી પરમેશ્વરની દયા ઉપર છે.


પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે.


મેં પાકુ કરયુ હતું કે, હું ખાલી ઈસુ મસીહ અને વધસ્થંભ ઉપરનાં મોત વિષે કવ છું.


તમે જાણો છો કે, શરતમાં દોડનારા બધાય તો ઈનામ હાટુ ધોડે છે, પણ ઈનામ એકને જ મળે છે તમે એવું ધોડો કે, ઈનામ તમને મળે.


ઈ હાટુ હું એવી રીતે ધોડું છું, પણ શંકા કરનારાની જેમ નય; હું મુક્કેબાજ છું પણ હવામાં મુક્કા મારનારાઓની જેવો નય.


અભિમાન કરવાથી કાય ફાયદો નથી, તો પણ અભિમાન કરવુ પડે છે. પણ પરભુએ મને જે દર્શન અને પ્રકટીકરણ આપ્યુ છે એના વિષે સરસા કરય.


કેમ કે, હું માણસની પાહેથી આ પામેલો કે શીખેલો નથી પણ ઈસુ મસીહે મને હાસી રીતે શીખવાડ્યું છે.


હું સોકી ગયો છું કે, પરમેશ્વરે જેણે તમને મસીહની કૃપા દ્વારા પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા. એથી તમે ઉતાવળથી ભટકીને એક જુદા હારા હમાસાર સ્વીકાર કરવા હાટુ અને તમે એની જેમ કરવા લાગ્યા છો.


યરુશાલેમની મંડળીના ઈ આગેવાનોએ મારા શિક્ષણમાં કાય પણ નથી જોડયું. મને આ વાતથી કાય ફરક નથી પડતો કે, ઈ આગેવાનો કોણ છે કેમ કે, પરમેશ્વર બારનું રૂપ જોયને ન્યાય નથી કરતો.


જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્‍નતી લોકોની પાહે જાય.


તમે હારી રીતે ધોડી રયા હતા તમને હાસની વાહે હાલવાથી કોણે રોકયા?


જેથી જઈ મસીહ પાછો આયશે, તઈ મારે અભિમાન કરવાનું કારણ થાહે કે, હું નકામું ધોડ્યો નથી અને મે નકામી મેનત કરી નથી.


ઈ હાટુ તમે પરભુમાં એને બોવ ખુશીથી આવકાર કરો, અને તમને એપાફ્રોદિતસ અને એના જેવા બધાય લોકોનો આવકાર કરવો જોયી.


આ કારણથી જઈ હું આ જાણયા વિના રય નો હકયો કે, તમે કેમ છો, તો તમારા વિશ્વાસની વિષે જાણવા હાટુ મે તિમોથીને તમારી પાહે મોકલ્યો, કેમ કે મને બીક હતી કે, પરીક્ષણ કરનારો શેતાને તમારી પરીક્ષા કરી હોય, અને અમારી મેનત નકામી ગય હોય.


મે ઈસુ મસીહની સેવા કરવામા કઠણ મેનત કરી છે, એની હોપેલી સેવા પુરી કરી છે, અને હું છેલ્લે હુધી વિશ્વાસ લાયક રયો છું


આપડી સ્યારેય બાજુ બોવ બધાય લોકો છે એનું જીવન આપણને બતાવે છે, ઈ હાટુ આવો, દરેકને એક રોક્વાવાળી વસ્તુ, અને ઘુસવણવાળા પાપોને છેટા કરીને, ધીરજથી ઈ હરીફાયમાં આગળ વધી; જેમાં આપડે ધોડવાનુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ