Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:19 - કોલી નવો કરાર

19 હું પરમેશ્વરની હાટુ જીવી હકું ઈ હાટુ હું નિયમ દ્વારા મરેલો છું. પણ મસીહ હારે હું વધસ્થંભે મારી નાખવામાં આવ્યો છું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:19
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વર એની ઉપર ગુસ્સો કરે છે જે શાસ્ત્રને પુરી રીતેથી નથી માનતા. અને જ્યાં શાસ્ત્ર જ નથી ન્યા શાસ્ત્રનો કોય ભંગ પણ થાતો નથી.


વળી ગુનાઓ વધારે થાય ઈ હાટુ શાસ્ત્ર આવ્યું, પણ જ્યાં પાપ વધારે થયુ, ન્યા એની કરતાં વધારે કૃપા થય.


એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.


તઈ તમારી ઉપર પાપની તાકાતનો અધિકાર નય હોય કેમ કે, તમે નિયમશાસ્ત્રને આધીન નથી પણ પરમેશ્વરની કૃપાને આધીન જીવો છો.


નય! કઈયેય નય! આપડે પાપની હાટુ મરી ગયા છયી અને એટલે આપડે પાપીલા કામ કરવાનું સાલું નો રાખવું જોયી.


કેમ કે, આપડે જાણી છયી કે, નિયમશાસ્ત્ર તો આત્મિક છે, પણ હું માણસ છું અને હું પાપનો ગુલામ છું.


તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.


કેમ કે, તમે મસીહમા છો, ઈ હાટુ જીવન દેનારી આત્માના સામર્થ્યએ તમને નિયમના પાપની તાકાતથી આઝાદ કરી દીધા છે જે મોત તરફ લય જાય છે.


છેલ્લે, હું તમને ઈ કેવા માગું છું કે, તમારી ઈચ્છા હોય તો ખાવો, પીવો, અને જે કાય કરો પરમેશ્વરની મહિમા હાટુ કરો.


જઈ યહુદીઓની હાટુ હું યહુદી જેવો થયો કે, જેથી યહુદીઓને બસાવું; નિયમની વિષે લોકો હાટુ હું નિયમની આધીન માણસો જેવો થયો કે, જેથી નિયમની આધીન લોકોને બસાવું.


અને મસીહ બધાય લોકોની હાટુ મરી ગયો, જેથી અત્યારે જે જીવતા છે, તેઓ પોતાની જાતને રાજી કરવા હાટુ નય પણ જે તેઓની હાટુ મરી ગયો અને મરણમાંથી પાછો જીવતો થય ગયો એની હાટુ જીવે.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.


ઈ હાટુ મસીહના આવવા હુધી શાસ્ત્ર આપણને આપડીથી માહિતગાર કરવા હાટુ અને આપડી દેખરેખ કરવા હાટુ દેવામાં આવ્યું હતું, આગેવાની કરવા દ્વારા મદદ કરવા હાટુ હતું, જેથી આપડે ઈસુ મસીહમા વિશ્વાસ કરવા દ્વારા પરમેશ્વરની હામે ન્યાયી બની હકી.


હું પોતે તો ખાલી પરભુ ઈસુ મસીહના વધસ્થંભ વિષે જ અભિમાન કરું છું કારણ કે, ઈસુના વધસ્થંભને લીધે જગત મારી હાટુ મરી ગયુ છે અને હું જગત હાટુ મરી ગયો છું


કેમ કે, તમારો પાપીલો સ્વભાવ મસીહની હારે મરી ગયો છે, એટલે હવે તમને આ જગતના નિયમોને માનવાની જરૂર નથી. તો પછી તમે કેમ અત્યારે આ નિયમોનું પાલન કરો છો, જેમ કે, અત્યારે પણ જગત તમારી ઉપર રાજ કરે છે?


કેમ કે, આ એવુ છે, જેમ કે, જઈ મસીહ મરયો તઈ તમે પણ મરી ગયા, અને હવે તમારુ નવું જીવન મસીહની હારે પરમેશ્વરમાં હંતાડેલુ છે.


મસીહ આપડી હાટુ એટલે મરયો જેથી જઈ ઈ પાછો આવે તઈ આપડે ઈચ્છીએ કે, જીવતો હોય કા મરી ગયો હોય એની હારે સદાય જીવન જીવી.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.


એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.


આ જ હેતુ હાટુ હારા હમાસાર મરેલાઓને હોતન પરચાર કરવામા આવી હતી, જો કે દેહમાં હતાં તઈ એનો ન્યાય કરવામા આવે. ઈ આત્મામાં જીવતા રય હકે જેમ પરમેશ્વર રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ