Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:16 - કોલી નવો કરાર

16 ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:16
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


ઈસુને મુકીને બીજાની દ્વારા તારણ નથી, કેમ કે આભ અને જગતમાં બીજુ કોય નામ નથી; જેની દ્વારા આપડે તારણ પામી હકી.


કેમ કે, હારા હમાસારમાં પરમેશ્વર લોકોને પોતાની હારે હાસા ઠરાવે છે જેમ શાસ્ત્રમાં લખેલુ છે ઈ જે પરમેશ્વરની દ્વારા વિશ્વાસથી ન્યાયી બનાવામાં આવ્યો છે ઈ વિશ્વાસથી જીવશે.


કેમ કે, એક જ પરમેશ્વર છે, જે સુન્‍નતને વિશ્વાસથી અને બેસુન્‍નતીને હોતન વિશ્વાસ દ્વારા, પરમેશ્વર તેઓને ન્યાયી ઠરાવે છે.


કેમ કે, ઈબ્રાહિમ જે કરણીઓથી ન્યાયી ઠરયો હોત, તો એને પોતાના વખાણ કરવાનું કારણ છે, પણ પરમેશ્વરની હામે નય.


પણ આપડી હાટુ પણ છે, જેને પરમેશ્વર ન્યાયી જાહેર કરશે, એટલે જો આપડે પરમેશ્વરમાં વિશ્વાસ કરશું, જેણે આપડા પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરયા, તો આપડે પણ વિશ્વાસના કારણે ન્યાયી માનવામાં આયશું.


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા.


પેલા તમારામાંથી કેટલાક એવા હતા, પણ હવે તમે પરભુ ઈસુ મસીહના નામે અને આપડા પરમેશ્વરનાં આત્માથી શુદ્ધ થયા, અને ન્યયીપણું પામ્યા છો.


પરમેશ્વરે ઈસુને મોકલ્યો જેથી ઈ આપડો છુટકારો કરી હકે, જે મુસાના શાસ્ત્રને આધીન રેતા હતા. અને એણે આપણને પોતાના જ દીકરાઓના રૂપમાં ખોળે બેહાડી લીધા.


જો તમે મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવા માગો છો, તો તમે પોતાની જાતને મસીહથી નોખા કરી રયા છો. એણે પરમેશ્વરની કૃપાથી પોતાનું મોઢું ફેરવી લીધું છે.


અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.


પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.


એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.


પણ જો અમે ઈજ કરી જે ભલું છે જેમ કે, પરમેશ્વર પુરી રીતે ભલો છે. તો આપડે એકબીજાની હારે ભાગીદારી રાખે છે, અને એના દીકરા ઈસુનું લોહી અમને બધાય પાપોથી શુદ્ધ કરે છે.


મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે.


એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ