Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:14 - કોલી નવો કરાર

14 પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:14
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

આપડે યહુદી લોકોના નિયમની વિરુધ છયી પણ પરમેશ્વરે મને બતાવ્યું છે કે, કોય પણ માણસને અપવિત્ર કે અશુદ્ધ નો કવ.


પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્‍નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”


આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.


પણ ફરોશી ટોળાના લોકોમાંથી જેઓએ વિશ્વાસ કરયો હતો, એનામાંથી કેટલાક લોકો ઉભા રયને કીધું કે, “બીજી જાતિના વિશ્વાસી ભાઈઓને સુન્‍નત કારાવી અને મુસાના નિયમ પાળવાની આજ્ઞા દેવી જોયી.”


હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.


ત્રણ વરહ પછી હું ગમાડેલો ચેલો, પિતરને મળવા હાટુ યરુશાલેમ ગયો, અને એની હારે પંદર દિવસ હુધી રયો.


હું સોકી ગયો છું કે, પરમેશ્વરે જેણે તમને મસીહની કૃપા દ્વારા પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા. એથી તમે ઉતાવળથી ભટકીને એક જુદા હારા હમાસાર સ્વીકાર કરવા હાટુ અને તમે એની જેમ કરવા લાગ્યા છો.


પણ તિતસ જે મારી હારે હતો અને જે એક બિનયહુદી હતો, તો પણ સુન્‍નત કરાવવાની એને ફરજ પાડવામાં આવી નય.


પણ અમે તેઓને ઘડીકમાં આધીન થયા નય કે, જેથી હારા હમાસારની હાસાય તમારી હારે રેય.


પણ ઊલટું, જઈ તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્‍નતીઓની હાટુ હારા હમાસાર હોપેલા છે, એમ મને બેસુન્‍નતીઓની હાટુ હોપેલા છે,


જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્‍નતી લોકોની પાહે જાય.


યહુદીઓને રાજી કરવા હાટુ તેઓ તમને સુન્‍નત કરાવવા હાટુ કેય છે, તેઓ એવું ખાલી ઈ હાટુ કરે છે, જેથી લોકો એને ઈ પરચાર કરવાના કારણે નો સતાવે કે, પરમેશ્વર લોકોને ખાલી ઈ હાટુ બસાવે છે કેમ કે, તેઓ વિશ્વાસ કરે છે કે, મસીહ ઈસુ વધસ્થંભ ઉપર મરયો.


તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.


જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે.


તમારા પગોને હાલવા હાટુ મારગ સીધા કરો તઈ જે તમારી જેમ કરે છે ઈ ભલે નબળો અને લંગડો હોય, તોય ઠોકર ખાહે નય અને પડસેય નય પણ હાજો થાહે.


કેમ કે, ખાલી લોકોને ખાવા, પીવાના વિષે અને બીજા શુદ્ધિકરણની વિષે દેખાડે છે જેના દ્વારા લોકો બારેથી સાફ થય જાય છે, આ વિધીઓને ન્યા હુધી માનવાનું હતું જ્યાં હુધી કે પરમેશ્વર પોતાનો નવો નિયમ લાગુ નો કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ