10 એક જ વસ્તુ જે તેઓએ અમને કરવાની વિનવણી કરી યરુશાલેમમાં ગરીબ વિશ્વાસુઓની મદદ કરી, અને આ ઈ જ છે, જેને હું કરવા માંગતો હતો.
બોવ વરહ પછી પોતાના ગરીબ લોકોની હાટુ દાન પુગાડીને, અને પરમેશ્વરને બલિદાન સડાવવા યરુશાલેમ શહેરમાં પુગ્યા હતા.
ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.
પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.