ગલાતીઓને પત્ર 1:6 - કોલી નવો કરાર6 હું સોકી ગયો છું કે, પરમેશ્વરે જેણે તમને મસીહની કૃપા દ્વારા પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા. એથી તમે ઉતાવળથી ભટકીને એક જુદા હારા હમાસાર સ્વીકાર કરવા હાટુ અને તમે એની જેમ કરવા લાગ્યા છો. အခန်းကိုကြည့်ပါ။ |
પણ તઈ પરમેશ્વરે ગમાંડયું કે, પોતાના દીકરાને મારી ઉપર પરગટ કરે, જેથી હું બિનયહુદીઓની વસે ઈસુના હારા હમાસાર વિષે પરચાર કરી હકુ. પરમેશ્વર જ છે જેણે મને પેદા થાવાના પેલાથી જ ગમાડી લીધો, અને પોતાની કૃપાના કારણે એણે મને એની સેવા કરવા હાટુ બોલાવ્યો. જઈ ઈસુએ પોતાની જાતને મારી ઉપર પરગટ કરી, તઈ હું સલાહ લેવા હાટુ કોયની પાહે નોતો ગયો.
પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો?
પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.