આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
આન્દ્રોનિક્સ અને જુનિયાસને જે મારા સાથી યહુદી છે અને જે મારી હારે કેદ થયા હતાં અને ગમાડેલા ચેલાઓ એને હારી રીતે ઓળખે છે અને મારાથી પેલા મસીહના ચેલા બન્યા હતા. તેઓને મારા સલામ.
પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.
આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી છે, આ થેસ્સાલોનિકાના શહેરની વિશ્વાસી મંડળીઓને અમે લખી રયા છયી, જે પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહથી સંબધિત છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી ઉપર કૃપા કરે, અને તમને શાંતિ આપે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.